વરસાદના તાજેતરના રાઉન્ડ પછી ગુજરાતમાં ફરીથી અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતા તડકા અને ગરમ-ભેજવાળી હવાએ લોકોને ત્રાહિમામ પોકારી ઉઠાવ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં આકરો તાપ જારી રહેશે,ત્યારબાદ ૧૯ અને ૨૦ એપ્રિલે કમોસમી વરસાદના સંકેતો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારો અને ઉકળાટ વર્તાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ભારે અકળામણનો સામનો કરવો પડી રહ્યો છે.રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અહીં મહત્તમ તાપમાન ૪૨° સે આસપાસ નોંધાયું છે.જ્યારે અમદાવાદ મહત્તમ તાપમાન ૪૧.૦૦ સે થી ૪૧.૪ સે વચ્ચે રહ્યું છે.
અન્ય શહેરોમાં પણ વડોદરા, અમરેલી સહિત અનેક જગ્યાએ તાપમાન ૪૦૦ સેથી ઉપર નોંધાયું છે.ગરમ અને સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો થયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી આવા ગરમ અને સૂકા પવનો ફૂંકાવાની શક્યતા છે. ૧૬ થી ૧૮ એપ્રિલ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. મહત્તમ તાપમાન ૪૦ સેથી ૪૨ સે આસપાસ અથવા તેનાથી વધુ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠા અને સૌરાસ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અકળામણ વધુ વધશે.
૧૯ અને ૨૦ એપ્રિલ દરમિયાન ઉત્તર સાબરકાંઠા, અરવલ્લી,દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની અસર જાવા મળી શકે છે.વરસાદ પછી ગરમીમાં અસ્થાયી રાહત મળી શકે છે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી છે.










































