લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોની દ્વારા આજે માનવતા મહેકાવતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. તેમણે શહેરના ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ ભાઈઓ અને બહેનોને પગરખાંનું વિતરણ કરીને સેવાનો નાનો પણ પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. સેવા, સંકલ્પ અને સમર્પણના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને તેમણે આ આયોજન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું કે પક્ષના માર્ગદર્શન હેઠળ સતત જનસેવાના કાર્યો કરવાની તેમને પ્રેરણા મળે છે અને આ સહકાર બદલ તેમણે ભાજપ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









































