રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પ)ના રાષ્ટÙીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર કાસીમાબાદમાં એક કાર્યક્રમ માટે ગાઝીપુરમાં હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધન ૨૦૧૭નો રેકોર્ડ તોડશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સમાજવાદી પાર્ટી સાથે જાડાયેલા લોકો ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલા જાવા મળી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ૨૦૨૬ માં રાજ્યમાં બનેલી મોટાભાગની ગુનાહિત ઘટનાઓમાં યાદવ અને મુસ્લિમ સમુદાયના સભ્યો સામેલ હતા.રાજભરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં આનું ફળ મળશે. રાજભર કાસિમાબાદ બ્લોકના મહારાણા પ્રતાપ ઓડિટોરિયમમાં ભાજપ દ્વારા આયોજિત “એનડીએ સરકાર અપ્રતિમ છે” જાહેર સંવાદ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.જનતા સંવાદ કાર્યક્રમ દરમિયાન, ઓમ પ્રકાશ રાજભરે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર વિપક્ષ પર પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૬ માં રાજ્યમાં બનેલી મોટાભાગની ગુનાહિત ઘટનાઓમાં યાદવ અને મુસ્લિમ સમુદાયના સભ્યો સામેલ હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા લોકોની ઘણા કિસ્સાઓમાં ધરપકડ કરવામાં આવી છે.ઓમ પ્રકાશ રાજભરે એમ પણ કહ્યું કે અખિલેશ યાદવ પાસે પૂર્વાંચલની રાજકીય પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન નથી. રાજભરે દાવો કર્યો હતો કે ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વાંચલની ૧૨૮ વિધાનસભા બેઠકો પર એનડીએ નોંધપાત્ર સફળતા મેળવશે. તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સપાનો ટેકો નબળો પડ્યો છે. ભાજપ-એનડીએ ગઠબંધનમાં જનતાનો વિશ્વાસ વધ્યો છે. રાજભરે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર પણ વિપક્ષને ઘેરી લીધો. તેમણે આરોપ લગાવ્યો કે સમાજવાદી પાર્ટી સાથે જાડાયેલા લોકો ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલા જાવા મળી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એનડીએ ગઠબંધન ગાઝીપુર જિલ્લાની તમામ સાત વિધાનસભા બેઠકો જીતશે.