પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, સુવેન્દુ અધિકારી,હાવડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુસ્સે ભરાયા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સુવેન્દુ અધિકારી ગુસ્સાથી બૂમો પાડતા જાવા મળે છે. આ ઘટના અંગે, ભાજપ નેતાએ જણાવ્યું હતું કે ટીએમસી કાર્યકરોએ તેમના રોડ શો દરમિયાન જાણી જાઈને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના બાદ, તેઓએ બાલી પોલીસ સ્ટેશનના પ્રભારીને હટાવવાની માંગ કરી છે.
સુવેન્દુ અધિકારી બાલી વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર સંજય સિંહના સમર્થનમાં રોડ શો કરવા ગયા હતા. જ્યારે તેમનો રોડ શો ચાલી રહ્યો હતો, ત્યારે કેટલાક ટીએમસી સમર્થકો તેમાં જાડાયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, જેનાથી સુવેન્દુ ગુસ્સે થયા. ટીએમસી કાર્યકરોએ દરમિયાનગીરી કરતા તેઓ ગુસ્સે થયા.
સુવેન્દુ અધિકારી નંદીગ્રામ અને ભવાનીપુર બંને મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગત ચૂંટણીમાં તેમણે નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવ્યા હતા. આ વખતે, તેઓ ભવાનીપુરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર ટીએમસી કાર્યકરો પર પ્રહાર કરતા દેખાય છે. સુવેન્દુ અધિકારીની રેલી દરમિયાન ટીએમસી કાર્યકરો “જય બાંગ્લા” સહિત વિવિધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સુવેન્દુ અધિકારીએ કહ્યું, “હું લગભગ ૫,૦૦૦ સમર્થકો સાથે શાંતિપૂર્ણ રીતે પ્રચાર કરી રહ્યો હતો. પરંતુ કેટલાક તૃણમૂલ સમર્થકોએ જાણી જાઈને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો. હું બાલી પોલીસ સ્ટેશનના પ્રભારીને તાત્કાલિક હટાવવાની માંગ કરું છું.”
૨૯૪ વિધાનસભા બેઠકો ધરાવતા પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૨૩ એપ્રિલે ૧૫૨ બેઠકો માટે મતદાન થશે. બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે ૧૪૨ બેઠકો માટે મતદાન થશે. પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.
Home રસધાર રાજકીય રસધાર સુવેન્દુ અધિકારીના રોડ શોમાં ટીએમસીની દખલથી ભાજપ નેતા ગુસ્સે, પોલીસ અધિકારીને હટાવવાની...













































