દેશનો પ્રથમ ‘બેરિયરલેસ ટોલિંગ’ માનવ રહિત ટોલ બુથ સુરત જિલ્લાના કામરેજ ચોર્યાસીમાં લોન્ચ કરાયો છે. રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ‘બેરિયરલેસ ટોલિંગ’ સિસ્ટમનો શુભારંભ કરાયો. સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરિયરલેસ ટોલિંગ લોન્ચ કરાયો છે. જે દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝા છે. જેમાં હાઈટેક ઝ્રઝ્ર્ફથી ફાસ્ટેગ નંબલ પ્લેટ રીડ કરીને ટેક્સ કપાશે. ૮ લેન પર ૩૨ હાઈટેલ મુકાયા છે. નવી સિસ્ટમથી વાહનચાલકોને રાહત મળશે. તેઓને હવે ટોલ પ્લાઝા પર બેરિયર હટાવવાની રાહ નહિ જાવી પડે.
તાઈવાનની અત્યાધુનિક ટેકનોલોજીનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨૦ મીટર દૂર થીજ વાહનના ફાસ્ટટેગ સ્કેન કરે છે સિસ્ટમ. સિસ્ટમમાં લાગેલા હાઈ ડેફિનેશન કેમેરા વાહનની આગળ પાછળની નંબર પ્લેટ સ્કેન કરે છે. હાઈટેક સીસીટીવીથી ફાસ્ટટેગ નંબર પ્લેટ રીડ કરી ઓટોમેટિક ટોલ ટેક્સ સિસ્ટમ કાપી લેશે.
કામરેજ ચોર્યસી ટોલ બુથ પર બંને તરફના માર્ગ એટલે ૮ લેન પર કુલ ૩૨ હાઈટેક સીસીટીવી લગાવાયા છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે, તે ટ્રાફિકના નિયમમાં ઉલ્લંઘન પર તાત્કાલિક સિસ્ટમ ઈ-ચલણ જનરેટ કરશે. રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા આ આધુનિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રાત્રે લોન્ચિંગ કાર્યક્રમમાં આઇએચએમસીએલના સીઇઓ મુદિત અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજે અધિકારીઓ ટોલપ્લાઝા પર જઈને સમગ્ર સિસ્ટમનો તાગ મેળવશે. નવી વ્યવસ્થાથી વાહનચાલકોને ટોલ પર રાહત અને સમય બચત થશે. આ પહેલ માર્ગ વ્યવસ્થામાં ડિજિટલ પરિવર્તન તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૨ ફેબ્રુઆરીથી આ નવી સિસ્ટમનું ટેસ્ટીંગ શરૂ કર્યું હતું. અંદાજે બે મહિનાના ટેસ્ટીંગ અને ટ્રાયલ બાદ એનએચએઆઇએ આ ટોલ પ્લાઝા સુરતના કામરેજમા શરૂ કર્યું છે. ચોર્યાસી ટોલ પ્લાઝા પર હવે વાહનચાલકોને ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. રોડ રસ્તા પરિવહન વિભાગે ૨૦૨૬ ના અંતમાં ભારતમાં ૧૦૫૦ થી વધુ ટોલ પ્લાઝાને એઆઈ બેઝ્ડ મલ્ટી ફ્રી ફ્લો સિસ્ટમમાં બદલવાની યોજના બનાવી છે. બેરિયર ફ્રી ટોલ કલેક્શન સિસટમ શરૂ કરવાથી વાહનચાલકોને ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપવા માટે રોકાવાની કે, લાંબી લાઈનમાં ઉભા રહેવાની કે બેરિયર હટાવવા માટે રાહ જાવાની જરૂર નહિ પડે.
એક અધિકારીએ જણાવ્યું કે, ટોલ ચાર્જ ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારો ટોલ ટેક્સ કાપશે. હાઈ રિઝોલ્યુશન કેમેરા ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરશે.ફાસ્ટટેક સાથે જાડાયેલ રકમ ડાયરેક્ટ ખાતામાંથી ડેબિટ થઈ જશે. જેનાથી આ પ્રોસેસ સમગ્ર રીતે કોન્ટેક્સલેસ અને માણસની હાજરી વગર કામ કરશે. એનએચએઆઇનું અનુમાન છે કે, બેરિયર ફ્રી સિસ્ટમથી ૧૫૦૦ કરોડ રૂપિયાના બળતણનો બચાવ થશે. એટલું જ નહિ, ૬૦૦૦ કરોડ રૂપિયાના વધારાની રેવન્યુ પ્રાપ્ત થશે. વાહનોને ઉભા રહેવાની જરૂર નહિ પડે. વાહનો ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી અહીથી પસાર થઈ શકશે.










































