ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની શરૂઆતમાં, ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો, અને ટીમ ઇન્ડિયાએ તેમાં જીત મેળવી હતી. ટુર્નામેન્ટમાં સીધો સ્થાન મેળવનાર બાંગ્લાદેશ પણ ભાગ લેવાનું નક્કી હતું. જાકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતમાં તેના ખેલાડીઓની સલામતીનો હવાલો આપીને, તેની ટીમને ટી ૨૦ વર્લ્ડ કપમાં મોકલવાનો ઇનકાર કર્યો હતો. હવે, બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને આ અંગે એક મોટું નિવેદન જારી કરીને તેને વચગાળાની સરકારનો સૌથી ભૂલભરેલો નિર્ણય ગણાવ્યો છે.
ભારતમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શાકિબ અલ હસને બાંગ્લાદેશના ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભાગ ન લેવાના નિર્ણય અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “મને લાગે છે કે વર્લ્ડ કપમાં ભાગ ન લેવાનો નિર્ણય લેવો તે વચગાળાની સરકારની સૌથી મોટી ભૂલ હતી. આનાથી બાંગ્લાદેશ ક્રિકેટને મોટું નુકસાન થયું છે.” આપણા દેશના ક્રિકેટ ચાહકો ખેલાડીઓને વર્લ્ડ કપમાં રમતા જાવાનું પસંદ કરે છે. તેથી, આવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય એક ભૂલથી ઓછો નથી. એ નોંધવું જાઈએ કે તે સમયે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં હતી, અને તેણે વર્લ્ડ કપ મેચોને ભારતથી શ્રીલંકામાં ખસેડવાની માંગ કરી હતી, જે માંગણી આઇસીસીએ સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
બાંગ્લાદેશમાં નવી સરકારે સત્તા સંભાળતાની સાથે જ, ક્રિકેટ બોર્ડમાં પણ ફેરફારો જાવા મળ્યા, જેમાં બીસીબી પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા અને નવી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી બોર્ડના રોજિંદા કામકાજ ચલાવવા માટે એક એડહોક સમિતિની રચના કરવામાં આવી. ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાનનો વિવાદ બુલબુલને હટાવવા પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ બીસીસીઆઇ સાથેના સંબંધો સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે, આશા છે કે ટીમ ઇન્ડિયા મર્યાદિત ઓવરની શ્રેણી માટે તેમના દેશની મુલાકાત લેશે.