મુંબઈના પાયધુનીમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના ચાર લોકોના મોત મામલે હવે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. એક રિપોર્ટથી એવો ખુલાસો થયો છે જેમાં એફડીએની તપાસમાં જાણવા મળ્યું છે કે તરબૂચમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હતી નહીં. એફડીએનું કહેવું છે કે તરબૂચનો કલર કે મીઠાશ વધારવા માટે કોઈ પણ પ્રકારનું કેમિકલ ભેળવવામાં આવ્યું નહતું. આવામાં મોતની પાછળ તરબૂચ કારણભૂત હોવાની સંભાવના ખુબ ઓછી છે.
મોતનો ભોગ બનેલા ડોકાડિયા પરિવારના ઘરમાં જેટલી પણ ખાવા પીવાની સામગ્રી હતી એ બધાની એક પછી એક તપાસ થશે. કોઈ અન્ય ખાવાની વસ્તુમાં ભેળસેળ કે પછી કોઈ જાણકારી સામે આવી નથી. હવે ફક્ત ફોરેન્સિક રિપોર્ટ અને બેક્ટીરિયર ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેનાથી ક્લીયર  થઈ શકે કે આખરે આ પરિવારના ચાર લોકોના મોત થયા કઈ રીતે.
પ્રાથમિક ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકોના મગજ સહિત અનેક અંગોનો રંગ લીલો પડી ગયો હતો. જાણકારોનું કહેવું છે કે આ કોઈ સામાન્ય ફૂડ પોઈઝનિંગનો મામલો નથી પરંતુ ગંભીર તપાસનો વિષય છે. ડોક્ટરોને શક છે કે કોઈએ પરિવારને ઝેર આપ્યું હોઈ શકે. હવે એ સ્પષ્ટ નથી કે આખરે ઝેર અપાયું કઈ રીતે?
ડોક્ટરોનું કહેવું છે કે જે પ્રકારે અચાનક તેમની તબિયત બકડી અને ગણતરીના કલાકોમાં ચારેયના મોત થયા તે કોઈ સામાન્ય બાબત નથી. એવી જાણકારી સામે આવી હતી કે ડોકાડિયા પરિવારમાં તે દિવસે કેટલાક ગેસ્ટ પણ આવ્યા હતા. એ લોકોએ રાતે બહારથી બિરયાની મંગાવી અને બધાએ ખાધી હતી. રાતે મહેમાનોના ગયા બાદ પરિવારે તરબૂચ ખાધુ અને સવારે ૫ વાગ્યાથી બધાની તબિયત બગડી હતી. રાતે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં પતિ પત્ની અને તેમની બંને દીકરીઓના જીવ ગયા.
આ મામલે એક એવો લ સામે આવ્યો છે જેમાં ફ્રોડ કેસમાં જુબાનીનો છે. એક મહિલાએ અબ્દુલ્લા ડોકાડિયાના માધ્યમથી જ રીયલ એસ્ટેટ ડેવલપરને પૈસા આપ્યા હતા. ડેવલપર પૈસા પાછા આપી શક્્યો નહીં. ત્યારબાદ મહિલાએ ૨૦૧૯માં આ મામલે એક એફઆઈઆર નોંધાવી હતી. આ કેસમાં અબ્દુલ્લા સાક્ષી હતો. હવે કોર્ટમાં આ મામલે સુનાવણી પણ થવાની હતી. ત્યારે લોકોને એવી આશંકા પણ છે કે આ હત્યાનો અેંગલ પણ આ કેસમાં હોઈ શકે છે. પોલીસ પણ આ કેસમાં બરાબર તપાસે લાગી છે.