ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો છે. આગામી દિવસોમાં ગુજરાત ‘ભઠ્ઠી’ ની જેમ શેકાશે. અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ વર્ષે ગરમી ૧૪૭ વર્ષના તમામ રેકોર્ડ તોડી શકે છે. વર્ષ ૧૯૧૨ માં આવી ભયાનક ગરમી પડી હતી. આ વર્ષમાં ગરમીનો પારો ૪૭ થી ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે ફરી એકવાર એ જ દિવસો આવવાના છે.
અંબાલાલની આગાહી મુજબ, અમદાવાદ અને વડોદરા સહિતના મધ્ય ઝોનમાં અકલ્પનીય ગરમી પડવાની શક્્યતા છે. ૬ મે પછી ગરમીના પારામાં આક્રમક વધારો થશે, લૂના પવનો ફૂંકાશે. આ દિવસોમાં ‘લૂ’ લાગવાના કેસમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. ગરમીની વચ્ચે જ ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે.
મે મહિનાની શરૂઆત સાથે દેશભરમાં ભીષણ ગરમીની આગાહી આવી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે. દેશનું સૌથી વધુ તાપમાન મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં નોંધાયું છે. ૪૪.૬ ડિગ્રી સાથે ચંદ્રપુર દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં ભીષણ ગરમી પડે. હજી પણ હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરાઈ છે. તાપમાન ૪૪થી ૪૬ ડિગ્રી સુધી પહોંચવાની શકયતા છે.
વધતી ગરમીને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો.રાકેશ જાશીએ કહ્યું કે, જુદા જુદા નોન એસી વોર્ડમાં ૪૦ થી વધુ કુલર મુકવામાં આવ્યા છે. ૮ બેડનો હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ફરતી પાણીની પરબ મુકવામાં આવી. જાકે અત્યાર સુધી હિટસ્ટ્રોકનો એક પણ દર્દી વોર્ડમાં દાખલ નહિ થયો. આવતા વર્ષે ૧૨૦૦ બેડની સમગ્ર હોસ્પિટલને એસી હોસ્પિટલ બનશે. આવતા વર્ષે એક પણ વોર્ડ વિનાનો નહી રહે.










































