સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી શિવ મહાપુરાણ કથાનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૯ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમિયાન યોજાયેલા આ ધાર્મિક જ્ઞાનયજ્ઞને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો. ગામની મધ્યમાં આયોજિત આ સંગીતમય કથામાં વક્તા તરીકે પૂજ્ય પ્રકાશગીરીબાપુએ વ્યાસપીઠ પર બિરાજમાન થઈને શ્રોતાઓને શિવ મહિમા, ભક્તિની શક્તિ અને ઉમદા ધાર્મિક મૂલ્યોનું રસપાન કરાવ્યું હતું.