સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી ૨૦૨૬માં વોર્ડ નંબર ૯ ના તમામ ૧૪ કિન્નર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી ૧૦૦% મતદાનનો નવો ઇતિહાસ રચ્યો છે. ચૂંટણી અધિકારી શ્રી પી. બી. કુંભાણી અને ડા. અર્જુનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળના વિશેષ અભિયાનથી પ્રેરાઈને આ સમુદાયે રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ફાળો આપ્યો હતો. કિન્નર નાયક કાજલ કુંવરે અન્ય નાગરિકોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. તંત્ર દ્વારા પુષ્પગુચ્છથી કરાયેલું તેમનું સન્માન સામાજિક સમાનતા અને લોકશાહીના મજબૂત પાયાનું પ્રતીક બની રહ્યું છે.