અમરેલીના શ્રીમતી શાંતાબા હરિલાલ ગજેરા સ્પોટ્ર્સ સંકુલ ખાતે સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ઇન્ટર DLSS લીગ ૨૦૨૬માં રાજુલાની લુહાણા રઘુવંશી સમાજની દીકરી રાજવી દીપકભાઈ રાયચાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. અમદાવાદની સંસ્કારધામ સ્પોટ્ર્સ એકેડેમીમાં તાલીમ લઈ રહેલી રાજવીએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિધ્ધિ બદલ રાજવી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તેણે સમગ્ર રઘુવંશી સમાજ સહિત રાજુલા પંથકનું નામ રોશન કર્યું છે. પોતાની જીતનો શ્રેય આપતા રાજવીએ કોચ સોમાસર, અમરેલી જિલ્લાના સિનિયર કોચ મેનેજર પૂનમ મેડમ અને સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેણે અમરેલી સંકુલ દ્વારા કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાઓની પણ વિશેષ પ્રશંસા કરી હતી.





































