ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પરિણામ તૈયાર કરવાની અંતિમ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી સપ્તાહમાં જ લાખો વિદ્યાર્થીઓનું ભાવિ જાહેર થઈ શકે છે.
સૂત્રો અને અહેવાલો અનુસાર બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે, જે મુજબ ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૪ મે, સોમવારના રોજ જાહેર થઈ શકે છે અને ત્યારબાદ ધોરણ ૧૦ નું પરિણામ ૬ મે, બુધવારના રોજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે.
જાકે, બોર્ડ દ્વારા હજુ સુધી આ તારીખોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પરિણામો જાહેર થતા હોય છે, જેને જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્તેજના જાવા મળી રહી છે.
આ વર્ષે ગુજરાતભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બને તે માટે બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેપર ચેકિંગથી લઈને ડેટા એન્ટ્રી સુધીની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ રાહ જાવાઈ રહી છે.









































