સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો ગઢ મજબૂત કર્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મતદારો અને કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ જીત જનસમર્થન અને વિકાસના કાર્યોનું પરિણામ છે.
આંકડાકીય રીતે જોઈએ તો, સાવરકુંડલા નગરપાલિકાની ૩૬માંથી ૨૫ બેઠકો, તાલુકા પંચાયતની ૨૨માંથી ૧૬ બેઠકો અને જિલ્લા પંચાયતની તમામ ૫ બેઠકો પર ભાજપે વિજયધ્વજ લહેરાવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. લીલીયા પંથકમાં પણ ભાજપે નોંધપાત્ર દેખાવ કરતા તાલુકા પંચાયતમાં ૭ અને જિલ્લા પંચાયતમાં ૧ બેઠક પ્રાપ્ત કરી છે. નગરપાલિકાથી લઈ જિલ્લા પંચાયત સુધીના આ શાનદાર દેખાવ બાદ મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાના સર્વાંગી વિકાસ માટેની પોતાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી અને કાર્યકરોને વધુ જોશ સાથે જનસેવામાં સમર્પિત રહેવા આહ્વાન કર્યું હતું.











































