રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાએ આનંદ અને ગૌરવની અભિવ્યક્તિ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો, ખેત મજૂરો અને ગ્રામ્ય જનતાએ વિકાસ અને વિશ્વાસના માર્ગને પસંદ કરીને ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવ્યો છે. આ વિજય માત્ર ચૂંટણીનો પરિણામ નથી, પરંતુ રાજ્યના દરેક વર્ગના લોકોના વિશ્વાસ અને સરકારના કાર્ય પ્રત્યેની સ્વીકાર્યતાનું પ્રતિબિંબ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓના કારણે ગ્રામ્ય જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આવનારા સમયમાં પણ કિસાન મોરચા દ્વારા ખેડૂત હિત માટે વધુ સક્રિય રીતે કાર્ય કરવામાં આવશે અને ગામડાઓના વિકાસને નવી દિશા આપવા માટે સંગઠનશક્તિને વધુ મજબૂત બનાવવામાં આવશે.











































