લીલીયા શહેરમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘નલ સે જલ’ યોજના અંતર્ગત હાઉસ કનેક્શન આપવાની કામગીરી હાલ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની ગઈ છે. છેલ્લા એક મહિનાથી કિકાણી પ્લોટ, ઉમિયા મંદિર અને પાનસુરીયા પ્લોટ જેવા મુખ્ય વિસ્તારોમાં કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. એજન્સી દ્વારા કનેક્શન આપવાના બહાને ઠેર-ઠેર કુવા સમાન ઊંડા ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે, પરંતુ તેને પુરાવાની તસ્દી લેવામાં આવી નથી.











































