રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન દરમિયાન એક મોટા વિવાદમાં ફસાયા છે, જેના કારણે તેમને જેલની સજા થઈ શકે છે.આઇપીએલ ૨૦૨૬ માં, રાજસ્થાન રોયલ્સે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે તેમની નવમી લીગ મેચ રમી હતી, જેમાં છ વિકેટથી જીત મેળવી હતી. મેચમાં ૧૬ બોલમાં ૨૯ રન બનાવનાર રિયાન પરાગ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો. ભારતમાં કડક પ્રતિબંધિત ઇ-સિગારેટ વેપિંગ અથવા પીતો એક વીડિયો સામે આવ્યો હતો. પરાગ વેપિંગ કરતો હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો હતો, જેના કારણે બીસીસીઆઈએ તેની સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ભારત સરકારે ૨૦૧૯માં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્્યો હતો, જેમાં તેમના ઉત્પાદન, વેચાણ અને વિતરણનો સમાવેશ થતો હતો. પહેલી વાર ગુનો કરનારને એક વર્ષ સુધીની જેલ અથવા એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. બીસીસીઆઈના અધિકારીઓએ સોશિયલ મીડિયા અને ટીવી સર્વેલન્સના યુગમાં રિયાન પરાગના કાર્યોને અત્યંત બેદરકાર ગણાવ્યા હતા. એક વિશ્વસનીય આઇપીએલ સૂત્રએ જણાવ્યું હતું કે ઘણા ખેલાડીઓ ઇ-સિગારેટ પીવે છે, પરંતુ તેઓ ડ્રેસિંગ રૂમમાં આવું કરતા નથી. આટલા બધા કેમેરા સામે આવું કરવું અત્યંત જાખમી અને બેદરકાર છે. પરાગને ખુલ્લેઆમ ઇ-સિગારેટ પીતા પકડાવાથી બીસીસીઆઈને કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે.
આઇપીએલના અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે વર્તમાન ટુર્નામેન્ટ પહેલા મુંબઈમાં કેપ્ટનોની બેઠક દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની ગોપનીયતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેટલાક કેપ્ટનોએ લાઈવ પ્રસારણ દરમિયાન કેમેરા ડ્રેસિંગ રૂમ તરફ ફેરવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે આ ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટના ઉપયોગ સાથે સીધો સંબંધિત નથી, પરંતુ વધુ વ્યાપક રીતે ખેલાડીઓની ગોપનીયતા સાથે સંબંધિત છે. ખેલાડીઓ ઘણીવાર ડ્રેસિંગ રૂમમાં કપડાં વગર હોય છે અથવા કેમેરાથી બચવા માંગે છે. આ પરાગ તરફથી બેદરકારી હતી, અને આવી ઘટનાનો બચાવ કરવો મુશ્કેલ છે. ટોચના ખેલાડીને આ રીતે ધૂમ્રપાન કરતા પકડવામાં આવે તે લોકો માટે સારું ઉદાહરણ નથી.
રિયાન પરાગનો વેપિંગ કૌભાંડ ઝડપથી ચર્ચાનો વિષય બની ગયો છે, હવે બધી નજર બીસીસીઆઇની કાર્યવાહી પર કેન્દ્રિત છે. સૂત્રએ જણાવ્યું હતું કે ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે ડ્રેસિંગ રૂમમાંથી ફૂટેજ બતાવતા કેમેરા અંગેનો નિર્ણય પ્રસારણકર્તાની જવાબદારી છે,બીસીસીઆઇની નહીં. આ ઘટના પછી આ નિર્ણયની સમીક્ષા થઈ શકે છે. ઈ-સિગારેટ પ્રતિબંધ અધિનિયમ ૨૦૧૯ મુજબ, કોઈપણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈ-સિગારેટનું ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ અથવા વિતરણ કરી શકશે નહીં, ન તો ઈ-સિગારેટની જાહેરાત કરી શકશે, ન તો ઈ-સિગારેટના ઉપયોગને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપતી કોઈપણ જાહેરાતમાં ભાગ લઈ શકશે.











































