ધોરણ ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘નેશનલ મીન્સ કમ મેરિટ’ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં પી.એમ.શ્રી ગુજરાત દામનગર પે સેન્ટર શાળા નં.૧ ના વિદ્યાર્થી સિદ્ધાંત દિલીપભાઈ પરમારએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેણે ૧૮૦ માંથી ૧૪૩ ગુણ મેળવી અમરેલી જિલ્લામાં ૧૨મું અને લાઠી તાલુકામાં બીજું સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સફળતા બદલ સિદ્ધાંતને ધોરણ ૯ થી ૧૨ સુધી વાર્ષિક રૂ.૧૨,૦૦૦ ની શિષ્યવૃત્તિ મળશે. શિક્ષક પરિવારે તેજસ્વી વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા.