રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી થી અલગ થયેલા જૂથના વિલીનીકરણને મંજૂરી આપી છે.આપના સાત સાંસદોના એક જૂથે ગયા અઠવાડિયે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાડાયા હતા. આપે આ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષે આ જૂથના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી હતી. રાજ્યસભા સચિવાલયે આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડી છે.
બળવાખોર જૂથના ભાજપમાં વિલય સાથે, રાજ્યસભામાં ભાજપ વધુ શક્તિશાળી બન્યું છે, અને તેની સભ્યપદ પણ વધી છે. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા હવે ૧૧૩ થઈ ગઈ છે. દરમિયાન, ગયા અઠવાડિયા સુધી સાત સાંસદો ધરાવતા આપ પાસે હવે ફક્ત ત્રણ સાંસદ છે. આપ છોડનારા સાત સાંસદોમાંથી છ પંજાબના રાજ્યસભાના સભ્યો છે.
ગયા શુક્રવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો જ્યારે રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ, સંદીપ પાઠક, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા અને સ્વાતિ માલીવાલ એક સાથે પાર્ટી છોડીને ભાજપમાં જાડાયા. રાજીનામા દરમિયાન, આ સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી તેના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે.
આમ આદમી પાર્ટીના અન્ય એક સાંસદ, બલબીર સિંહ સીચેવાલ, દાવો કરે છે કે રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ આઝાદ જૂથમાં જાડાવા માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.
અગાઉ, રવિવારે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે અધ્યક્ષ રાધાકૃષ્ણનને પત્ર મોકલીને તાજેતરમાં આપ છોડીને ભાજપમાં જાડાવાની જાહેરાત કરનારા સાત રાજ્યસભાના સાંસદોને ગેરલાયક ઠેરવવાની વિનંતી કરી હતી. સિંહે દાવો કર્યો હતો કે રાજ્યસભાના સાત સભ્યોનું આ પગલું પક્ષપલટો સમાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જા જરૂરી હોય તો પાર્ટી આ મામલે કાનૂની કાર્યવાહી કરશે.
આપએ રાજ્યસભાના અધ્યક્ષને વિનંતી કરી છે કે પાર્ટી છોડી ગયેલા સાત સાંસદોનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવે, એવો દાવો કરીને કે તેઓ આપ ટિકિટ પર ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા પરંતુ બાદમાં પાર્ટી છોડીને ભાજપમાં જાડાવાનો નિર્ણય લીધો. સિંહે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સંબંધિત સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયોએ સ્પષ્ટ કર્યું છે કે પક્ષપલટોના આવા કેસોમાં પદ પરથી ગેરલાયક ઠેરવી શકાય છે.









































