લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ સભામાં ઉપસ્થિત અગ્રણીઓએ જિલ્લા પંચાયતના ઉમેદવાર જીગ્નેશભાઈ સાવજ અને તાલુકા પંચાયતના ઉમેદવાર ગૌરીબેન વિજયભાઇ ગજેરાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ગ્રામજનોને જાહેર હાકલ કરી હતી. આ પ્રસંગે બાબુભાઇ ધામત, વિજયભાઇ ગજેરા અને ભીખાભાઇ ધોરાજીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉત્સાહભેર હાજરી આપી ભાજપના પક્ષમાં માહોલ બનાવ્યો હતો.







































