સરકારી વિનયન અને વાણિજ્ય કાલેજ, લીલીયા ખાતે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના અવસરે
તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે “ઉડાન-૨૦૨૬” વિદાય અને દીક્ષાંત સમારોહનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમારોહ દરમિયાન શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત અમરેલીના હિસાબી અધિકારી ચોહાણ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.









































