ગુજરાત હાઈકોર્ટે ૨૦૦૧ ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. સુરત કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા સામે સાંઈની અપીલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. સોમવાર, ૪ મેના રોજ પસાર કરાયેલા આદેશમાં, ન્યાયાધીશ ઈલેશ વોરા અને આરટી વાછાણીની બેન્ચે સાંઈની અરજી ફગાવી દીધી હતી. બેન્ચે જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને જાતાં, “પ્રથમ દૃષ્ટિએ એવું તારણ કાઢવું મુશ્કેલ છે કે અરજદાર-દોષિતને (અપીલ કોર્ટ દ્વારા) નિર્દોષ છૂટવાની વાજબી તક છે.
બેન્ચે જણાવ્યું હતું કે, “પતેથી, યોગ્યતાના આધારે, અમને જામીન આપવા અને સજાને સ્થગિત કરવા માટે કોઈ પૂરતું કારણ મળતું નથી.” હાઈકોર્ટે નોંધ્યું હતું કે સાંઈએ ૧૧ વર્ષ જેલમાં વિતાવ્યા હોવા છતાં, તેમણે ૨૦૧૯ થી તેમની સજા સામેની અપીલની અંતિમ સુનાવણીમાં સહકાર આપ્યો નથી. તેમણે કામચલાઉ અથવા કાયમી જામીન મેળવવા માટે અનેક અરજીઓ દાખલ કરી છે.
કોર્ટે જણાવ્યું હતું કે નારાયણ સાંઈને તેમની અપીલની ઝડપી સુનાવણીમાં રસ નહોતો અને કાર્યવાહીમાં વિલંબ કરવા માટે તેમણે વિવિધ યુક્તિઓનો આશરો લીધો હતો. ૨૦૧૩માં, એક ભૂતપૂર્વ મહિલા ભક્તે તેમની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો, અને એપ્રિલ ૨૦૧૯ માં, સુરતની એક કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી, નારાયણ સાઈ ઘણી વખત પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી મુક્ત થયા છે.










































