વડોદરા શહેરમાંથી ખૂબ જ ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીની ઉંમર હજી ૨૧ વર્ષ પણ નથી ત્યાં તો તેણે એક હત્યાને અંજામ આપી દીધો હતો. હત્યારાએ અન્ય કોઈ નહીં પણ દોઢ મહિના પહેલા જે યુવતી સાથે લગ્ન કર્યાં હતા તેની એટલે કે તેની પત્નીની હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધોળાકુવા ગામમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લગ્નને હજુ બે મહિના પણ પૂર્ણ થયા નહોતા ત્યાં જ પતિએ પત્ની પર શંકા રાખીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી છે.
મૃતક તેજલ સોલંકી (ઉંમર આશરે ૨૨ વર્ષ), જે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામની રહેવાસી હતી. તેજલના લગ્ન ગત ૧૨ માર્ચે હર્ષદ ગોહિલ (ઉંમર ૨૦ વર્ષ) સાથે થયા હતા. જાકે, કોઈ કારણસર બંને વચ્ચે લગ્ન બાદ થોડા સમયમાં જ મતભેદો શરૂ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હર્ષદ તેની પત્ની પર ચારિત્ર્યને લઈને શંકા રાખતો હતો.
ઘટનાના દિવસે વહેલી સવારે આરોપી હર્ષદે પોતાની પત્નીના ભાઈ એટલે કે પોતાના સાળાને ફોન કરીને “અમારી લાશો લઈ જજા” એવું કહ્યું હતું. જે બાદ તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આથી પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારજાએ તપાસ કરતા તેમની દીકરી તેજલ વાસદની હોસ્પિટલમાં મૃત હાલતમાં જાવા મળી હતી.
પરિવારે શંકા વ્યક્ત કરતાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાની પુષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી હર્ષદ તેની પત્ની તેજલ પર શંકા રાખતો હતો અને તેને વારંવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, હર્ષદના એક મિત્ર સાથે સંબંધ નહીં રાખવા માટે પત્ની તેને સતત કહેતી હતી. તેના કારણે પતિ હર્ષદ પત્ની પર શંકા કરતો હતો.
ઘટના બાદ આરોપી હર્ષદ પત્નીને ખાટલા પર સુવડાવી પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો. જે બાદ નંદેસરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપથી પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લીધો છે. પોલીસે આ મામલે હર્ષદ સામે ગુનો નોંધી ઘટનાની વધુ વિગતો મેળવવાની શરૂઆત કરી છે.
તેજલના ભાઈ જયદીપે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, “ગઈકાલે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે તેમના બનેવી હર્ષદભાઈએ ફોન કરીને “અમારી લાશો લઈ જજા” એવું કહી ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોવાથી મેં તેમના ભાઈ જીતેન્દ્રકુમારને સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેમણે તપાસ કરીને પરત ફોન કરવાની વાત કરી હતી. પરંતુ, તેમના તરફથી કોઈ જવાબ ન મળતા મેં ફરી સંપર્ક કર્યો ત્યારે જીતેન્દ્રકુમારે જણાવ્યું કે તેજલને ગભરામણ થઈ રહી છે અને તેને વાસદ ખાતે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યારબાદ હું અને મારા પરિવારજનો તાત્કાલિક ત્યાં
આભાર – નિહારીકા રવિયા પહોંચ્યા હતા. હોસ્પિટલમાં મારી બહેનને બેડ પર સુવડાવવામાં આવી હતી અને તેના ગળા પર ઈજાના નિશાન જાવા મળ્યા હતા. બનેવી હર્ષદભાઈ તેજલ પર ખોટી શંકા રાખીને તેને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જે બાબત તેજલે અગાઉ તેમને જણાવી હતી.”










































