અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે બે સિંહો ભરબપોરે સાવરકુંડલાના ઘોબા ગામ નજીક પસાર થતી શેત્રુંજી નદીના ઠંડા પાણીમાં ઉતરી ગયા હતા. ગરમીમાંથી રાહત મેળવવા માટે આ વનરાજો કલાકો સુધી નદીના પ્રવાહમાં શાંતિથી બેસી રહ્યા હતા. સ્થાનિક લોકોએ પ્રકૃતિના આ અદભૂત દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.