જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જાફરાબાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ ટીંબી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન અશરફભાઈ ઉર્ફે આદમ સતારભાઈ બમાણી (ઉં.વ. ૪૦) પોતાના આર્થિક ફાયદા માટે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાયા હતા.પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૫,૧૦૦ની રોકડ અને રૂપિયા ૧૧,૦૦૦ની કિંમતના ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૬,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર વિનુભાઇ મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































