જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારીયા ખાતે વિદ્યાર્થીઓને નાણાકીય ક્ષેત્રે સક્ષમ બનાવવા ૧૬ દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કુલપતિ ડા. વી. પી. ચોવટિયાની પ્રેરણાથી, બજાજ ફિનસર્વ લિમિટેડ, પુણેના સહયોગથી તા. ૧૧ થી ૨૬ મે, ૨૦૨૬ દરમિયાન ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન બેન્કિંગ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ (ઝ્રઁમ્હ્લૈં)’નું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રિન્સિપાલ ડા. ડી. એસ. કેલૈયાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સાક્ષરતા અને આયોજનની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. બજાજ ફિનસર્વના માસ્ટર ટ્રેનર હેમેન્દ્ર પુરોહિતે રોજિંદા જીવનમાં નાણાકીય જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું. કોલેજના વિવિધ ફેકલ્ટી સભ્યો દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ઊભરી રહેલી કારકિર્દીની તકોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન અને આયોજન કોલેજના ફેકલ્ટી સભ્યો ડા. વી. સી. ગઢીયા, ડા. એસ. એસ. સપ્રે, ડા. વી. વી. અગ્રાવત, ડા. પી. એચ. ઝાલા તથા ડા. પી. જે. ડાવરીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.