બગસરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા હલ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ કાફલાએ વિજય ચોક, કુંકાવાવ ચોકડી અને સ્વામિનારાયણ સર્કલ જેવા ધમધમતા વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું.આ ડ્રાઈવ દરમિયાન બેફામ ર્પાકિંગ, નંબર પ્લેટ વગરના અને યોગ્ય દસ્તાવેજી પુરાવા ન ધરાવતા ૧૭ જેટલા વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા અને કુલ ૫૮૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે વેપારી આલમમાં ખુશી જોવા મળી છે. સ્થાનિકોએ ઘોંઘાટિયા સાયલેન્સર અને તેજ લાઈટો ધરાવતા વાહનો સામે પણ આવી જ કડક કાર્યવાહી કાયમી ધોરણે ચાલુ રાખવા માંગ કરી છે.