બાબરા તાલુકાના ચમારડી ગામે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં મકાનના ધાબા પરથી પગ લપસી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૂળ મધ્ય પ્રદેશના અને હાલ ચમારડી ગામે વાડીમાં રહી મજૂરી કામ કરતા સુનીતાબેન ગરાસેએ પોલીસને જણાવ્યા મુજબ, તેમના પતિ ટેમરીયા બોન્દરસીંગ ગરાસે (ઉ.વ. ૩૦) કોઈ કામ અર્થે ધાબા પર ગયા હતા.તે દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાથે ફ્રેક્ચર થયું હતું. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું દમ તોડ્યો હતો.









































