ભારતીય જનતા પાર્ટીની બહુ ભ્રષ્ટ નીતિ, ગુજરાતમાં ૧૫૬થી વધારે સીટો, ગુજરાતમાં તાલુકા પંચાયતો એની બની, જિલ્લા પંચાયતો એમની બની, નગરપાલિકા, મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની, તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટી પોતાની શકુનિ નીતિ છોડતી નથી. ક્યાંક કોંગ્રેસની તાલુકા પંચાયત બને, ક્યાંક કોંગ્રેસની પ્રજાએ જનાદેશ પણ આપ્યો હોય, એને કઈ રીતે તોડી પાડવી કયા સંસાધનથી તોડી પાડવી એને કઈ તંત્રથી તોડી પાડવી પોલીસનો કઈ રીતે ઉપયોગ કરવો એના પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો એવી રીતે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે.
એના માટે અમે અમારા સિદ્ધપુરમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાંય, અમે અમારા તાલુકાના ડેલિગેટો ક્યાંક જગ્યાએ અમારી સુરક્ષામાં છે. એવી જ સરસ્વતી તાલુકાની અંદર ટાઈ પડી છે . ત્યાં અમારા કાર્યકરને, અમારા ડેલિગેટને અને એના પરિવારને મિનિસ્ટરના લોકોએ દબાણ કરવાના પ્રયત્નો કર્યા અને આ દબાણના અંતે આજે અમારા કાર્યકર, અમારો ડેલિગેટ ચૂંટાયેલો આજે અમારી સુરક્ષામાં છે. અમારી જાડે છે. આવવાવાળા સમયની અંદર, આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે ચિઠ્ઠી સરસ્વતી તાલુકામાં પડશે અને ભગવાનની અમારા ઉપર અસીમ કૃપા છે. પૂજ્ય સદારામ બાપાના અને દેવી-દેવતાઓના અમારા ઉપર આશીર્વાદ છે કે અમારો પ્રમુખ સરસ્વતી તાલુકામાં બનશે. સિદ્ધપુર તાલુકામાં પણ અમે મસ્તીથી કોંગ્રેસની સરકાર બેહાડશું અને અમે અમારો ત્યા ઝડો લહેરવશું.
વળતા પ્રહારમાં પાટણ ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ ભાઈ સીધવે જણાવ્યું હતું કે “કોંગ્રેસ પાસે આક્ષેપો કરવા સિવાય બીજું કંઈ કામ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તાઓ સૌ વિકાસની રાજનીતિને વરેલા છે. અને ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ કોંગ્રેસની ગડથુથીમાં છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોને જાડવાનું કામ થઈ રહ્યું છે. એટલે આ આક્ષેપ એ પાયાવિહોણો છે. હું એને વખોડું છું.”