બગસરાના જુના ઝાંઝરીયા ગામના યુવક તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાર્દિકભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૩)એ જતીન રમેશભાઈ પરમાર, મુક્તાબેન રમેશભાઈ પરમાર, તેજલબેન રમેશભાઈ પરમાર, પ્રદીપભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના બહેન સુરભીબેને જતીન પરમાર સામે મૈત્રી કરાર કર્યા હતા અને છુટુ કર્યું હતું. જે બાબતનું મનદુખ રાખી ગોવિંદપુર ગામેથી તેઓ ઝાંઝરીયા ગામે જતા હતા ત્યારે ખરાબ ગાળો આપી હતી. તેમજ ચાર ઝાપટ મારીને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી હતી.ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન બી માઢક વધુ તપાસ કરી રહ્યા છે.