લીલીયાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના NCC કેડેટ્‌સે મે ૨૦૨૬માં યોજાયેલો દસ દિવસીય વાર્ષિક પ્રશિક્ષણ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના પ્રેરણાદાયી નેતૃત્વ અને દ્ગઝ્રઝ્ર ઓફિસર ડા. મહેશ એસ. ગઢિયાના માર્ગદર્શન હેઠળ કેડેટ્‌સે રાઇફલ ફાયરિંગ, નકશા વાચન અને આપત્તિ વ્યવસ્થાપન જેવી સઘન લશ્કરી તાલીમ મેળવી હતી. છેલ્લા બે વર્ષથી કાર્યરત આ યુનિટે કેમ્પની વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ શિસ્ત સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.