લાઠી તાલુકાના પ્રસિધ્ધ ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે આગામી તા. ૨૧ ગુરુવારના રોજ ૯૮મો વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે. મુંબઈના રમાબેન અનિલભાઈ પારેખ પરિવારના આર્થિક સહયોગથી આયોજિત આ કેમ્પ સવારના ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધી ચાલશે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), ભૂરખીયા મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે મોતીયાના ઓપરેશન કરી આપવામાં આવશે તથા નંબરના ચશ્મા રાહત ભાવે બનાવી અપાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ દર્દીઓએ પોતાના જરૂરી ઓળખના પુરાવા સાથે સમયસર ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.









































