અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળેથી પોલીસે ૪૦ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. સાવરકુંડલામાં મોટા એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળથી ૩૫ લીટર દેશી દારૂ પકડાયો હતો. જ્યારે જાળીયા ગામેથી ૨ લીટર તથા વંડા ગામેથી ૩ લીટર દેશી દારૂ મળ્યો હતો. અમરેલીમાંથી ૩ સહિત જિલ્લામાંથી ૧૨ લોકો દારૂ પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































