દામનગરમાં રહેતા અબ્દુલભાઈ નુરમહમદભાઈ ડેરૈયા (ઉ.વ.૬૦) ધ્રુફણીયા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર ડીઝલ પૂરવા ગયા હતા. તેમણે ૧૦૦૦ રૂપિયાનું ડીઝલ પૂરવા કહ્યું હતું, જ્યારે ડીઝલ પૂરનારા માણસે ૯૦૦ રૂપિયાનું ડીઝલ પૂર્યું હતું. તેમણે કહ્યું કે, “૯૦૦ રૂપિયાનું ડીઝલ કેમ ભર્યું?” જેથી ડીઝલ ભરનારે તેમને ગાળો આપી, પેટના ભાગે પાટુ માર્યું હતું, તેમજ ઢીકાપાટુનો માર મારી મૂંઢ ઈજા પહોંચાડી હતી.










































