લીલીયા શહેરના સાંઈનાથ પ્લોટ અને સિવિલ પ્લોટ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે રેલવે વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત નિરીક્ષણ કરીને પાણી ભરાવાના મૂળ કારણોની સમીક્ષા કરી હતી. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની હાલની વ્યવસ્થા અને તેમાં રહેલા અવરોધો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય જીગ્નેશ સાવજ સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.