RTO અમરેલી અને જિલ્લા તાલીમ કેન્દ્ર સ્પીપાના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્‌ટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત “યુવા આપદા મિત્ર સ્કીમ“ હેઠળ સેમિનાર યોજાયો હતો. જેમાં આશરે ૧૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, લાયસન્સ બાદ જ વાહન ચલાવવું તેમજ સગીર વયે ડ્રાઇવિંગ ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રોડ સલામતી સાથે કાયદાકીય જોગવાઈઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે “PM-RAHAT” યોજના હેઠળ રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર અને ઇજાગ્રસ્તને મદદ કરનારને “રાહવીર યોજના” અંતર્ગત રૂ.૨૫ હજાર સુધીના પ્રોત્સાહક પુરસ્કારની માહિતી પણ આપવામાં આવી હતી.