લીલીયા મોટામાં હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હડકાયા શ્વાને અલગ-અલગ સ્થળોએ હુમલો કરીને એક બાળક, એક મહિલા અને એક આધેડને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઈજાગ્રસ્તોમાં ૬૦ વર્ષીય લલિતભાઈ બગડા, ૨૩ વર્ષીય કૈલાસબેન રાઠવા તેમજ ૮ વર્ષીય હિતેશ વાઘેલાનો સમાવેશ થાય છે. શ્વાને ત્રણેયને બચકા ભરતાં તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. બનાવ બાદ તમામને તાત્કાલિક સારવાર માટે લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ઘટનાને પગલે ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને હડકાયા શ્વાનને તાત્કાલિક પકડી લોકોને સુરક્ષા પૂરી પાડવા માંગ કરી છે.






































