અમરેલી જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ‘સ્નેહનું સંભારણું’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના હોદ્દેદારો, આગેવાનો, વડીલો અને ભુદેવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સંગઠન અને સેવાભાવને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાજ માટે તૈયાર કરવામાં આવેલી નવી વેબસાઇટનું લોકાર્પણ રહ્યું હતું. આ વેબસાઇટ દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા તમામ બ્રહ્મ સમાજના પરિવારોની માહિતી એકત્રિત કરીને તેમને એક જ મંચ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માધ્યમથી સમાજના દરેક પરિવાર સુધી સરળતાથી પહોંચીને જરૂરીયાતમંદોને સમયસર સહાય અને વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે નવી વેબસાઇટ માત્ર માહિતીનો સંગ્રહ નહીં પરંતુ સમાજના દરેક પરિવાર સાથે સતત સંપર્ક જાળવતું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. સમાજના અંતિમ હરોળમાં રહેલા પરિવારો સુધી સહાય પહોંચાડવા તેમજ સમગ્ર સમાજને એકસૂત્રે બાંધવાના પ્રયાસોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસલક્ષી આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રમેશભાઈ ઠાકર, છેલભાઈ જાષી, ઉદયનભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ ત્રિવેદી, એમ.જી. જોશી, આર.પી.મહેતા, પરેશભાઈ આચાર્ય, તનસુખભાઈ ઠાકર, મુકુંદભાઈ મહેતા, શરદભાઈ વ્યાસ, નરેશભાઈ અધ્યારૂ,નરૂભાઈ ત્રિવેદી બકુલભાઈ પંડ્‌યા સહિતના વડીલો તથા કિશોરભાઈ ભટ્ટ, મુકેશભાઈ ત્રિવેદી, હસુભાઈ જોશી, ડોક્ટર મુકેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ પાઠક આનંદભાઈ ભટ્ટ ,વિપુલભાઈ વ્યાસ, હસુદાદા જોશી, સિદ્ધાર્થભાઈ ઠાકર, નિલેશભાઈ જાની, વી.પી.ધાંધિયા, યોગેશભાઈ દવે, સંદીપભાઈ ભટ્ટ, અતુલભાઇ ત્રિવેદી, ધવલભાઈ ઠાકર, અશ્વિનભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઇ મહેતા, જયેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ત્રિવેદી,સમીરભાઈ પંડ્‌યા, સંજયભાઈ જોશી સહિત તમામ હોદ્દેદારો પરિવારની ઉપસ્થિતિમાં જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ જોશી એ જણાવ્યું હતું કે આ વેબસાઈટનું માત્ર માહિતીનો સંગ્રહ નહીં પરંતુ સમાજના દરેક પરિવાર સાથે જીવંત સંપર્ક જાળવતો સેવા અને સંગઠનનું સતત માધ્યમ છે સમાજના અંતિમ હરોળમાં રહેલા જરૂરિયાત મંદ પરિવાર સુધી સમયસર પહોંચીને તેમને સહાયરૂપ થવા તેમજ સમગ્ર બ્રહ્મ સમાજને એક સૂત્ર એ બાંધવાનો અમારો સંકલ્પ છે. કાર્યક્રમમાં અનેક વડીલો અને આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. સમાજને વધુ પ્રગતિશીલ, સેવાભાવી અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અંતે કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું