અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામેથી એક સગીર વયના કિશોરના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કિશોરના વાલી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ અંગે જગદીશભાઇ ઉર્ફે જગાભાઇ ગોવિંદભાઇ કરડે અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો સગીર વયનો દીકરો પોતાના ઘરેથી અચાનક ગુમ થયો હતો. કોઈ અજાણ્યા શખ્સે તે સગીર વયનો હોવાનું જાણવા છતાં, તેને કોઈ પણ પ્રકારની લાલચ આપી અથવા ફોસલાવીને તેનું અપહરણ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગુમ થયેલા કિશોરની શોધખોળ અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.