સુરતના પોશ વિસ્તાર અડાજણમાં આવેલી એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં રહેતા જાણીતા બિલ્ડરના બંગલામાં મધ્યરાત્રિએ થયેલી મોટી ચોરીઅ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી હતી. તસ્કરોએ બિલ્ડરના ઘરમાંથી રોકડ રૂપિયા ૪૮ લાખ અને કિંમતી સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જાકે અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત અને વ્યવસ્થિત તપાસના કારણે માત્ર કલાકોમાં જ આરોપીની ઓળખ થઈ અને તેને ઝડપી લેવામાં આવ્યો છે.
મધ્યરાત્રિના આશરે ૩ વાગ્યાની આસપાસ આરોપી દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલ (ઉંમર ૨૭ વર્ષ, નાનપુરા વિસ્તારનો રહેવાસી) માસ્ક પહેરીને બિલ્ડરના બંગલાના પા‹કગ વિસ્તારમાંથી અંદર પ્રવેશ્યો હતો. તેણે બારી અથવા અન્ય રસ્તે અંદર પહોંચીને રોકડ રકમ અને સોનાના દાગીના ઉપાડી લીધા હતા. આ ઘટના બાદ તે ઝડપથી ફરાર થઈ ગયો હતો.બિલ્ડર પરિવાર જ્યારે સવારે જાગ્યો ત્યારે આ મોટી ચોરીની જાણ થઈ અને તરત જ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
ઘટનાની ગંભીરતા જાતાં અડાજણ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જાડાઈ. પોલીસે બિલ્ડરના ઘરની આસપાસ અને શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલા આશરે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું.ઝ્રઝ્ર્ફ કડીઓ જાડતાં પોલીસને એક શંકાસ્પદ બાઇક સવારની તસવીર મળી, જેની ઓળખ દેવરાજ પાટીલ તરીકે થઈ. દેવરાજ સુરત પોલીસના રેકોર્ડમાં કુખ્યાત તસ્કર તરીકે નોંધાયેલો છે અને અગાઉ પણ ઘરફોડ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે.
પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત આપી. તેણે ચોરી કરેલી ૪૮ લાખની રકમ રાંદેર વિસ્તારના એક મકાનમાં સુરક્ષિત રીતે છુપાવી રાખી હતી.પોલીસે આરોપીની નિશાનદેહી પરથી સમગ્ર ૪૮ લાખ રોકડ અને બિલ્ડરના ઘરેથી ચોરાયેલા સોનાના કિંમતી દાગીના પણ રિકવર કરી લીધા છે.દેવરાજ પાટીલ સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. તેને પોલીસે અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડ્યો છે. આ વખતે તેણે મુંબઈ ભાગી જવાની યોજના બનાવી હતી, પરંતુ રકમ સુરતમાં જ છુપાવીને ખાલી હાથે નાસી જવાની ચાલાકી કરી હતી.











































