અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલી એસ. એચ. ગજેરા સ્મ્છ મહિલા કોલેજ, અમરેલી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના MBA સેમેસ્ટર-I નું યુનિવર્સિટી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં કોલેજે શાનદાર પ્રદર્શન કરતા યુનિવર્સિટીના ટોપટેન Top 10 માં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓમાં ટીલાળા દ્રષ્ટિ જે. ૯.૦૯ SPI મેળવીને કોલેજમાં પ્રથમ સ્થાને રહી છે. જ્યારે અકબરી વિપેક્ષા સી. ૮.૫૫ SPI સાથે કોલેજમાં દ્વિતીય સ્થાને અને સવંટ સમીરા બી. ૮.૪૫ SPI મેળવીને કોલેજમાં તૃતીય સ્થાને રહી છે. સેમેસ્ટર-૧ ના આ પરિણામમાં યુનિવર્સિટી કક્ષાએ સાતમું સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમજ ઝળહળતી સફળતા મેળવવા બદલ સંસ્થાના સ્ટાફ મિત્રો, તમામ વિદ્યાર્થીનીઓ અને રેન્કર્સને એસ. એચ. ગજેરા MBA મહિલા કોલેજ તેમજ શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.






































