લાઠી તાલુકાના ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે મુંબઈના રમાબેન અનિલભાઈ પારેખ પરિવારના આર્થિક સહયોગથી ૯૮મો વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાઈ ગયો. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), ભૂરખીયા મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી આવેલા અંદાજે ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની સચોટ તપાસ કરવામાં આવી હતી. તેમાંથી જે ૩૬ દર્દીઓને આંખમાં મોતિયાની ગંભીર સમસ્યા જણાતી હતી, તેઓને વધુ સારવાર અને વિના મૂલ્યે ઓપરેશન કરાવવા માટે ખાસ વાહન દ્વારા અમરેલી ખાતે મોકલવામાં આવ્યા છે.










































