રાજુલામાં રહેતી એક વિદ્યાર્થિનીની એક યુવકે છેડતી કરી હતી તેમજ તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે પીડિતાએ સાહીદ અબ્દુલભાઇ ચાવડા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્‌સએપ, ફેસબુક તેમજ સ્નેપચેટમાં વાતચીત કરી હતી. જે બાદ તેના અશ્લીલ ફોટા મેળવી લઈ તેને ર્પાકિંગમાં મળવા બોલાવી હતી. ત્યાં તેની એકલતાનો ગેરલાભ લઇ આરોપીએ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કાલોદરા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.