અમરેલી ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપના ચેરપર્સન અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં કાર્યરત ગેસ અને કેમિકલ કંપનીઓની આપત્તિ વ્યવસ્થાપન સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જુનાગઢના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામકે ગ્રુપના હેતુઓ અને એજન્ડાની માહિતી આપી હતી.આ સમીક્ષામાં મેજર એક્સીડેન્ટ હેઝાર્ડ (MAH) અંતર્ગત આવતી બાબરા, અમરેલી અને રાજુલા-પીપાવાવ વિસ્તારની કુલ છ કંપનીઓની અગ્નિશમન, રેસ્ક્યૂ અને સાધનોની સજ્જતા ચકાસવામાં આવી હતી. કલેક્ટરે આપત્તિ સમયે પ્રથમ રિસ્પોન્સ બાદ વહીવટી તંત્રને ત્વરિત જાણ કરવા અને સ્થાનિક પ્રાંત અધિકારીઓ સાથે યોગ્ય સંકલન સાધવા દિશા-નિર્દેશ આપ્યા હતા.