કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સની મેચ પછી,આઇપીએલ ૨૦૨૬ પ્લેઓફ માટેની દોડ હવે ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ઇડન ગાર્ડન્સ ખાતે ગુજરાત ટાઇટન્સને હરાવીને, કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર તેમની આશાઓ જીવંત રાખી નથી પરંતુ પોઈન્ટ ટેબલની લડાઈને વધુ રસપ્રદ બનાવી છે. બીજી તરફ, હાર છતાં, ગુજરાત ટાઇટન્સ ટોચના બેમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું. ૧૬ મેના રોજ રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સનો ૨૯ રનથી પરાજય કર્યો. આ જીત સાથે, કોલકાતાએ સિઝનનો પોતાનો પાંચમો વિજય નોંધાવ્યો અને ૧૨ મેચમાંથી ૧૧ પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સથી આગળ સાતમા સ્થાને પહોંચી ગયું. ટીમનો નેટ રન રેટ -૦.૦૩૮ છે. જાકે કેકેઆરનો રસ્તો મુશ્કેલ છે, તેમ છતાં ટીમ પ્લેઓફની દોડમાં રહે છે. કોલકાતાની જીતથી પ્લેઓફની દોડમાં ઘણી ટીમો માટે તણાવ વધ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં પોઈન્ટ ટેબલમાં આગળ છે. આરસીબીના ૧૨ મેચમાંથી ૧૬ પોઈન્ટ છે. ટીમે આઠ મેચ જીતી છે, અને +૧.૦૫૩નો તેનો પ્રભાવશાળી નેટ રન રેટ તેને અન્ય ટીમોથી આગળ રાખે છે. હાર છતાં, ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને રહે છે. જીટીના પણ ૧૬ પોઈન્ટ છે,
આભાર – નિહારીકા રવિયા પરંતુ તેણે ૧૩ મેચ રમી છે. ગુજરાતનો કેકેઆર સામે પાંચ મેચનો વિજય ક્રમ તૂટી ગયો હતો, પરંતુ ટીમ +૦.૪૦૦ ના નેટ રન રેટ સાથે મજબૂત સ્થિતિમાં છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને છે.એસઆરએચએ ૧૨ મેચમાંથી ૧૪ પોઈન્ટ મેળવ્યા છે અને તેનો નેટ રન રેટ +૦.૩૩૧ છે. પંજાબ કિંગ્સ ૧૩ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પંજાબે ૧૨ મેચમાંથી છ જીત નોંધાવી છે અને તેનો નેટ રન રેટ +૦.૩૫૫ છે. રાજસ્થાન રોયલ્સ ૧૧ મેચમાંથી ૧૨ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. રાજસ્થાન પાસે હજુ પણ ત્રણ લીગ મેચ બાકી છે, જેના કારણે તેની પ્લેઓફની આશા મજબૂત છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૨ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.સીએસકેએ ૧૨ મેચમાંથી છ જીત અને છ હારનો સામનો કર્યો છે, જ્યારે તેનો નેટ રન રેટ +૦.૦૨૭ છે.
દિલ્હી કેપિટલ્સ ૧૦ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. દિલ્હીએ આ સિઝનમાં ફક્ત પાંચ મેચ જીતી છે અને તેનો નેટ રન રેટ -૦.૯૯૩ છે, જે ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે. દરમિયાન, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ સત્તાવાર રીતે પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયા છે. મુંબઈ ૮ પોઈન્ટ અને -૦.૫૦૪ ના નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે, જ્યારે લખનૌ, સમાન પોઈન્ટ હોવા છતાં, નબળા નેટ રન રેટને કારણે છેલ્લા સ્થાને છે.