ચેપોક ખાતેની એક હાઇ-વોલ્ટેજ મેચમાં, પેટ કમિન્સે પોતાની ઘાતક બોલિંગથી ચેન્નાઈ સુપર કિંગ્સની કમર તોડી નાખી, પરંતુ આઇપીએલ ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન પણ હાંસલ કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટને પોતાના શાનદાર પ્રદર્શનથી હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો અને આઇપીએલ કેપ્ટનોની ચુનંદા યાદીમાં બીજું સ્થાન મેળવ્યું.
આઇપીએલ ૨૦૨૬ ની ૬૩મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જાકે,એસઆરએચના કેપ્ટન પેટ કમિન્સની સચોટ બોલિંગે સીએસકેના બેટ્સમેનોને મુક્તપણે રમવાથી રોક્્યા. કમિન્સે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર ૨૮ રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે, તેણે આઇપીએલ માં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેવામાં હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો.
આઇપીએલમાં કેપ્ટન તરીકે પેટ કમિન્સની ૪૧ વિકેટ છે, જ્યારે હાર્દિક પંડ્યાની ૪૦ વિકેટ છે. વધુમાં, તે આઇપીએલમાં ૪૦ થી વધુ વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર છે. કમિન્સ હવે આઇપીએલ ઇતિહાસમાં કેપ્ટન તરીકે ૫૭ વિકેટ લેનારા દિગ્ગજ સ્પિનર શેન વોર્નથી કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેવામાં પાછળ છે. પેટ કમિન્સની પાસે હવે કેપ્ટન તરીકે ૫૦ આઇપીએલ વિકેટ લેવાની સારી તક છે. જો સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફ અને પછી ફાઇનલમાં પહોંચવામાં સફળ થાય છે, તો કમિન્સ પણ આ રેકોર્ડ હાંસલ કરી શકે છે.
આઇપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટો લેનારાઓમાં ૫૭ – શેન વોર્ન,૪૧ – પેટ કમિન્સ,૪૦ – હાર્દિક પંડ્યા,૩૦ – અનિલ કુંબલે કમિન્સની આ પાંચમી આઇપીએલ કેપ્ટનશીપ હતી જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. વોર્ન પછી આ સિદ્ધિ મેળવનાર તે બીજા કેપ્ટન છે અને આવું કરનાર તે પ્રથમ ફાસ્ટ બોલર છે. કમિન્સ સિવાય અન્ય કોઈ ફાસ્ટ બોલરે આ લીગમાં ટીમની કેપ્ટનશીપ કરતી વખતે ચાર વખત ત્રણ વિકેટ લીધી નથી.
નોંધનીય છે કે પેટ કમિન્સ હવે ૨૦ ક્રિકેટમાં ૨૦૦ વિકેટો સુધી પહોંચી ગયો છે. જો કે, આ યાદીમાં પહેલાથી જ ઘણા ઓસ્ટ્રેલિયન બોલરોનો સમાવેશ થાય છે. કમિન્સ આ સિઝનમાં થોડા મોડેથી તેની ટીમમાં જોડાયા હતા. આમ છતાં, તેમની ટીમ પ્લેઓફની દોડમાં છે. હવે એ જાવું રસપ્રદ રહેશે કે કમિન્સ તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમને પ્લેઓફમાં લઈ જવામાં સફળ થાય છે કે નહીં.










































