ભારતમાં હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ પૂરજાશમાં ચાલી રહી છે.આઇપીએલ ૨૦૨૬ ની અંતિમ મેચ ૩૧ મે ના રોજ રમાશે. આ પછી, ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમતી જાવા મળશે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
હકીકતમાં, ટીમ ઇન્ડિયા જૂનમાં અફઘાનિસ્તાનનું આયોજન કરશે. બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ મેચ અને ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં, ૧૯ મેના રોજ ગુવાહાટીમાં પુરુષ પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં ટેસ્ટ અને વનડે બંને શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. ૬ જૂનથી મુલ્લાનપુરમાં એકમાત્ર ટેસ્ટ મેચ શરૂ થશે, જેના માટે ૧૪ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે ૨૦૧૮ પછી આ અફઘાનિસ્તાનની ભારત સામેની પહેલી ટેસ્ટ મેચ હશે. ૨૦૧૮માં, અફઘાનિસ્તાને બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત સત્તાવાર રીતે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. ભારતે તે મેચ એક ઇનિંગ્સ અને ૨૬૨ રનથી જીતી હતી.
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે પંદર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં વિરાટ અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ભારતની વનડે ટીમમાંથી ઋષભ પંતને બહાર કરવામાં આવ્યો છે. દરમિયાન, કેએલ રાહુલને ટેસ્ટ ટીમનો ઉપ-કપ્તાનપદ સોંપવામાં આવ્યું છે. પંત અગાઉ ટેસ્ટ ટીમનો ઉપ-કપ્તાનપદ સંભાળતો હતો. જાકે, પંત ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો. સ્ટાર બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર અવગણવામાં આવ્યો. અજિત અગરકરે સ્પષ્ટપણે કહ્યું છે કે પસંદગી સમિતિએ મોહમ્મદ શમીના નામ પર ચર્ચા પણ કરી નથી.
ભારતના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેના વર્કલોડને મેનેજ કરવા માટે અફઘાનિસ્તાન સામેની આખી શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બંને ટીમોમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માનવ સુથાર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર અને પ્રિન્સ યાદવનો સમાવેશ થાય છે. માનવ સુથારને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુરનુર બ્રાર અને હર્ષ દુબેએ પણ બંને ટીમોમાં સ્થાન મેળવ્યું છે. પ્રિન્સ યાદવને પહેલીવાર વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
જૂન ૬ઃ પ્રથમ ટેસ્ટ, ન્યૂ ચંદીગઢ ( ૯ઃ૩૦)
જૂન ૧૪ઃ પ્રથમ વનડે, ધર્મશાલા (૧ઃ૩૦ )
જૂન ૧૭ઃ બીજી વનડે લખનૌ (૧ઃ૩૦)
જૂન ૨૦ઃ ત્રીજી વનડે, ચેન્નાઈ (૧ઃ૩૦)
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર, ગુરનૂર બ્રાયર, ધ્રુવ બ્રાયર.
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, પ્રિન્સ યાદવ, ગુર્નુર બ્રાયર, હરેશ દુબે.












































