નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેમ્પ વેચાણ દરમિયાન મૂળ કિંમત કરતાં વધુ રકમ વસૂલવાના આરોપસર એક સ્ટેમ્પ વેન્ડર અને તેમની પત્નીને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સ્ટેમ્પ વેન્ડર દ્વારા સરકારી દર કરતાં વધારાના રૂપિયા માંગવામાં આવ્યા હતા. ફરિયાદ મળ્યા બાદ એસીબીએ સમગ્ર મામલે છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી સ્ટેમ્પ વેન્ડર મૂળ કિંમત કરતાં રૂ. ૯૦ વધુ લેતા ઝડપાઈ ગયા હતા.
આ કાર્યવાહી દરમિયાન માત્ર સ્ટેમ્પ વેન્ડર જ નહીં પરંતુ તેમની પત્નીની પણ સંડોવણી સામે આવતા બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. છઝ્રમ્ દ્વારા બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક તપાસ મુજબ, અરજદારે જરૂરી સ્ટેમ્પ લેવા માટે સંપર્ક કર્યો હતો ત્યારે વધારાની રકમની માંગ કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા છઝ્રમ્નો સંપર્ક કરતા અધિકારીઓએ આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો.
આ ઘટનાએ ફરી એકવાર નાના સ્તરે થતી લાંચ અને ગેરરીતિઓ સામે સવાલો ઉભા કર્યા છે.એસીબીએ લોકોને પણ અપીલ કરી છે કે કોઈ સરકારી કામ માટે ગેરકાયદેસર રીતે રૂપિયા માંગવામાં આવે તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જોઈએ.હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ માહિતી એકત્ર કરી રહ્યા છે.







































