કબીર ટેકરી અને ગદ્ય સાહિત્ય સભા, અમરેલીના સંયુક્ત આયોજન હેઠળ જાણીતા લેખિકા અને શિક્ષિકા ડા. જાગૃતિ રાવલના બાળવાર્તા પુસ્તક ‘થેલો નાચે ઠુમ્મક ઠુમ્મક’નું ભવ્ય વિમોચન યોજાયું હતું. સંતો-મહંતો, વરિષ્ઠ સાહિત્યકારો અને પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેતન જોષી, કાલિંદીબેન પરીખ અને ઋતુ સોઢાએ પુસ્તકનો સચોટ પરિચય અને વાર્તા આસ્વાદ કરાવ્યો હતો. ઉપસ્થિત સંતોએ આ બાળવાર્તા સંગ્રહને બાળકોના જીવનમાં મૂલ્ય ઘડતર કરનારું ગણાવી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ અને સગા-સંબંધીઓ દ્વારા લેખિકાનું તેમજ ઉપસ્થિત અન્ય વરિષ્ઠ સાહિત્યકારોનું શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ડા. જાગૃતિ રાવલે જામખંભાળિયાથી કબીર ટેકરી સુધીની પોતાની સાહિત્યિક યાત્રા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અંતમાં, કાર્યક્રમના અધ્યક્ષ નારાયણ સાહેબના આશીર્વચન અને કેળવણીકાર ઉદયભાઈ દેસાઈના સુચારૂ સંચાલન સાથે આ સમગ્ર રસમય કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.







































