ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સની હેરફેર, મની લોન્ડરિંગ કેસમાં મોટું એક્શન લીધું છે. આતંકી ધિરાણ સાથે જાડાયેલ ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સાથે પોલીસે કુલ ૯ આરોપીની ધરપકડ કરીને દેશવિરોધી ડાર્કવેબ લિંકના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક ડાર્કવેબ પર નાર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોના ફંડિંગ સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે.
એક ગેરકાયદેસર ઓનલાઈન નાર્કોટિક્સ વેચનાર વેબસાઇટના વ્યવહારો ગુજરાત ખાતેના ક્રિપ્ટો વાલેટ માં થયેલ હોવાનું ધ્યાન પર આવ્યા હતા. જેમાં મોહસીન સદીક મોલાણી નામના યુઝરના વોલેટમાં ફડ ટ્રાન્સફર થયેલું હતું. આ મોહસીન મોલાણીના વોલેટ અને એકાઉન્ટનું વધુ એનાલિસિસ કરતા, તેના વોલેટ સાથે શંકાસ્પદ નાણાકીય વ્યવહારોમાં સંકળાયેલ ભારતના અન્ય ૯ યુઝર્સના વોલેટમા નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યુ હતું. આ ટોળકી દ્વારા નાણાકીય વ્યવહારો છુપાવવા માટે મોનેરો જેવી અનામી અને ટ્રેસ ન કરી શકાય, જે મુખ્યત્વે આતકવાદી ફાયનાન્સ નેટવર્ક, ડાર્ક વેબ, ડ્રગ્ઝ પ્રવૃત્તિ વગેરેમાં વપરાય છે, તેવી ક્રિપ્ટોકરન્સીનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું કે, આતંકવાદી ફંડિંગ નેટવર્ક, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને ડાર્ક વેબ સાથે જાડાયેલા રૂ. ૨૨૬ કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરી ડર્ટી ક્રિપ્ટોને યુએસડીટીમાં કન્વર્ટ કરતી ટોળકીના ૯ આરોપીઓની ધરપકડ કરતી સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ ટીમ દ્વારા ઝડપી પાડ્યા છે. આ નેટવર્ક યુનાઇટેડ કિંગડમમાં ૨૦૨૩થી ચાલી રહેલા ડ્રગ્સ ટ્રાફિકિંગ સાથે પણ સંકળાયેલું છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ ડાર્ક વેબના નાર્કોટિક્સ વેબસાઈટ મારફતે ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરતા હતા. અમદાવાદના રહેવાસી મોહસિન સદીક મોલાનીના ક્રિપ્ટો વોલેટથી આ ટ્રાન્ઝેક્શન્સનું કનેક્શન મળ્યું હતું. વધુ તપાસમાં દેશભરના ૯ શંકાસ્પદ યુઝર્સ સાથે આ નેટવર્ક સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું હતું. યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્‌સ કંટ્રોલ દ્વારા બ્લેકલિસ્ટેડ સંસ્થાઓ જેમ કે યમનના અંસાર અલાહ ઈરાનના આઇઆરજીસી કયુએફ રશિયાની ‘ગરાન્ટેક્સ એક્સચેન્જ અને ઈલાન શોર ક્લસ્ટરથી પણ ફંડ ટ્રાન્સફર થયા હતા.
જે આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમાં મોહસીન માલાણી,સરખેજ અમદાવાદ,ફૈઝ અહમંદ નાસ્સુરીદીન રાયખડ અમદાવાદ,એઝાઝ પઠાણ,ગ્યાસપુર અમદાવાદ,ઝીશાન મોતીવાળા,ગ્રાન્ટ રોડ મુંબઈ,ઝૈદ અબ્દુલકદાર,જમાલપુર અમદાવાદ,સલમાન ખાન હબીબખામ પઠાણ,જમાલપુર અમદાવાદ,નાવેદ અયુબખામ પઠાણ,જમાલપુર અમદાવાદ,લવપ્રિત દર્શન સિંઘ,કરનાલ હરિયાણા છે