સાવરકુંડલા તાલુકામાં જળ સંચયને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સુરજવડી અને શેલદેદુમલ ડેમ ખાતે ડિસિલ્ટિંગ તેમજ ડેમને વધુ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. આશરે રૂ. ૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલી આ કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.સુરજવડી ડેમના નિર્માણ બાદ પ્રથમ વખત મોટા પાયે ડિસિલ્ટિંગ કામગીરી હાથ ધરાતા આસપાસના અંદાજે ૧૨ ગામોને સીધો લાભ મળશે. તેમજ શેલદેદુમલ ડેમમાં હાથ ધરાયેલી કામગીરીથી આસપાસના ૮ ગામોના ખેડૂતો અને ગ્રામજનોને લાભ મળશે.આ યોજનાથી ડેમોની પાણી સંગ્રહ ક્ષમતા વધશે, વરસાદી પાણીનો વધુ સંગ્રહ થશે અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે. ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પૂરતું પાણી ઉપલબ્ધ રહે તે હેતુથી રાજ્ય સરકાર સતત વિકાસલક્ષી અને જળ સંચયને પ્રોત્સાહન આપતી કામગીરી કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.